યુવાનનું બાઈક સિધ્ધી સરોવર પાસેથી મળતા ફાયર ટીમે બોટની મદદથીતપાસ શરૂ કરી..
પાટણ શહેરનું સિદ્ધિ સરોવર આજકાલ આપઘાતનું કેન્દ્ર બની રહ્યું છે. રવિવારે વધુ એક યુવકે અહીં કથિત રીતે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના ધાધલના છાપરા વિસ્તારના રહેવાસી રાહુલ પરબતભાઈ ઠાકોર શનિવારની મોડી સાંજે ઘરેથી કોઈને કહ્યા વગર પોતાના બાઈક પર નીકળી ગયા હતા. અને મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને સ્થાનિક યુવાનોને સાથે રાખી રાહુલની શોધ ખોળ કરતા રાહુલ નું બાઈક વહેલી સવારે શહેરના સિદ્ધિ સરોવર પાસેથી મળી આવતાં પરિવારજનોની આશંકા વચ્ચે વિસ્તારના પૂવૅ નગર સેવક પ્રહલાદભાઈ રાવળે પાલિકાના વતૅમાન નગરસેવક દેવચંદ ભાઈ પટેલ ને સધળી હકીકત થી વાકેફ કરતાં તેઓએ તાત્કાલિક પાલિકાના ફાયર વિભાગને ધટના ની જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે સાધન સામગ્રી સાથે પહોંચી હતી.
પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ બોટની મદદથી સિધ્ધી સરોવરમાં રાહુલની શોધખોળ શરૂ કરી હતી તો બનાવ ના પગલે રાહુલના પરિવારજનો અને વિસ્તારના લોકો પણ સિદ્ધિ સરોવર ખાતે એકત્રિત થયા હતાં. જોકે રાહુલ ઠાકોર નું બાઈક સિધ્ધી સરોવર પાસેથી મળી આવવાને કારણે પરિવારજનોની આશંકા વચ્ચે પાલિકા ના ફાયર વિભાગના કમૅચારીઓ દ્રારા સિધ્ધી સરોવર માં કલાકો સુધી તપાસ કરવા છતાં રાહુલ ઠાકોર ની કોઈ ભાળ ન હોવાનું જાણવા મળ્યું છે. પાટણ સિધ્ધી સરોવરમાં છેલ્લા કેટલાક સમયથી જીવનથી નાસીપાસ થયેલા લોકો માટે આપઘાતનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં અવાર-નવાર લોકોએ પોતાના જીવન ટૂંકાવ્યાના કિસ્સાઓ સામે આવ્યા હોવાનું ધ્યાનમાં આવવા પામ્યું છે.

