અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો: પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ કાણોદર ગામના હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે વાસણા (જ) ગામના યુવકનું મોત નિપજ્યું હતું જોકે અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો ચાલક વાહન લઇ ફરાર થઇ જતાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે
પાલનપુર તાલુકામાં યમ રાજાએ જાણે ધામાં નાખ્યા હોય તેમ એક બાદ એક માર્ગ અકસ્માતમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે જે વચ્ચે વધુ એક અકસ્માત એક યુવક મોતને ભેટ્યો છે વાસણા (જ) ગામનો 30 વર્ષીય યુવક પિયુષ કુમાર ધર્માભાઇ શેખલીયા બાઇકને લઇ કાણોદર ગામે હુસેની ટેકિરી પાસે પસાર થઇ રહ્યો હતો દરમ્યાન અજાણ્યા વાહને આ યુવકના બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં પિયુષ પરમારને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જેને લઇ અકસ્માત સર્જનાર અજાણ્યો ચાલક વાહન લઇ ફરાર થઇ ગયો હતો જોકે આ અકસ્માતમાં ત્રણ બહેનોના એકના એક લાડકવાયા ભાઈનું મોત નિપજતા પરિવારના માતમ છવાઈ જવા પામ્યો હતો