ડીસાના બલોધર ગામના યુવાન ને આખલાએ શીંગડુ મારતા ધટના સ્થળે મોત

ડીસાના બલોધર ગામના યુવાન ને આખલાએ શીંગડુ મારતા ધટના સ્થળે મોત

ડીસાના બલોધર ગામના પૂર્વ સરપંચ ના પુત્રને આખલાએ શીંગડુ મારતા મોત થી અરેરાટી; મૂળ ડીસા તાલુકાના બલોધર ગામના વતની અને થરાદ તાલુકાના કુંભારા ગામે ખેતમજુરી કરતા ઠાકોર(પરમાર) અજમલજી ઈશ્વરજી ઉંમર વર્ષ 45 જેવો પોતાના છોકરાને તારીખ:૦૬-૦૨-૨૦૨૫ ને ગુરૂવારે બપોરના સમયે કુંભારા ગામ થી પોતાના વતન બલોધર ગામે મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન વેદલા થી ભોરડુ રોડ વચ્ચે બે આખલા જગડી રહ્યા હતા. તે દરમિયાન આખલાએ પાછળના ભાગમાં શીંગડુ મારતા શીંગડુ આરપાર નીકળી જતા બલોધરના વતની યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

જેમનુ પી.એમ થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે કરી વાલી વારસદારોને સોપવામાં આવી હતી. શ્રમજીવી પરિવારના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા નિરાધાર બન્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત ભરમાં રખડતા ઢોરો દ્વારા અનેક માસુમ લોકોને અડફેટમાં લેવાના કારણે માસુમ લોકો જીવ ગુમાવે છે જેમાં આજે બલોધરના યુવાને જીવ ગુમાવતા શ્રમિક પરિવારજનો નિરાધાર બન્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *