સિધ્ધપુર પોલીસે હત્યારા ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી
પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક ચાણસ્મા તાલુકાના સુણસર ગામના યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. તો બનાવના પગલે પોલીસે ધટના સ્થળે દોડી જઈને હત્યારા ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામના યુવાનને ખળી ચાર રસ્તા ઉપર ઈંડાની લારી પાસે પોતાના વમામાનું ઉપરાણું લઈને ગયેલા ભાણેજને ઉશ્કેરાયેલા શખ્સો એ છરીના ઘા મારતા તે પછડાય પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે સિધ્ધપુરની બાલાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવકે દમ તોડ્યો હતો. કેશરસિંહ તલસંગજી દરબાર રહે. સુણસર ગામના યુવકની હત્યા મામલે સિધ્ધપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વિશાલ ભરતજી ઠાકોર નામના આરોપી યુવકની ધરપકડ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.