તા.૨૨-૦૧-૨૦૨૫ ના રોજ સવારના આઠેક વાગ્યે વિદેશભાઇ ઉર્ફે વિજય ગાંડાભાઇ રાવળ ઊ વ.20 રહેઃ મુડેઠા(ખેતાણી પાટી) જે મજુરી અર્થે ગયેલો હતો અને તે વખતે મુડેઠા ટોલનાકાથી ભીલડી તરફ આવતાં આશરે સાંજના છ એક વાગ્યે વિદેશભાઇ ઉર્ફે વિજય મજુરી કરી ઘરે પરત આવતો હતો તે વખતે વિદેશભાઈ મુડેઠા વડલાપુરા પાસે હાઇવે રોડ ક્રોસ કરવા જતાં મુડેઠા ટોલનાકા તરફથી આવતાં ટેન્કર નં.UP-81-CT-5854 વાળાએ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી વિદેશ ભાઈ ઉર્ફે વિજય ને ટકકર મારતા માથાના ભાગે તેમજ બન્ને પગના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી.
જેની જાણ ભિલડી ૧૦૮ ને થતા ૧૦૮ દ્વારા વિદેશ ભાઈ ઉર્ફે વિજયને 108 મારફત રતનપુરા (ભીલડી) સામુહિક કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેમનુ પી.એમ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કરાવી મૃતદેહ વાલીવારસદારો ને સોંપ્યો હતો અકસ્માત થતા જ ટેન્કર ડ્રાઇવર પોતનું ટેંકર મુકી નાશી ગયેલ છે. ડ્રાઇવર વિરુદ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમાં ગુનોનોંધી ડ્રાઇવર વિરુધ્ધ ધોરણસર કાર્યવહી હાથ ધરી હતી.