મૃતક મહિલા પોતાના પિયર બાલવા થી દુનાવાડા સાસરીમાં જતી હોવાનું જાણવા મળ્યું; પાટણના હાઇવે માર્ગો પરથી રેતી ભરીને બેફામ રીતે દોડતા ડમ્પર ચાલકો દ્વારા અવાર-નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સજૅતા હોય જેના કારણે અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે આવી જ એક ઘટના બુધવારના રોજ સરસ્વતીના કાંસા હાઇવે પર એક ડમ્પરે ચાલકે બાઈક ને અડફેટે લેતા બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
તો આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ સાથે આક્રોશ ભભૂકતા લોકોએ ડમ્પરની તોડફોડ કરી આગ ચાપતા ડમ્પર આગની લપેટમાં લપેટાયુ હતું.જોકે બનાવની જાણ ફાયર વિભાગ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે. ધટનાને પગલે સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકો દ્વારા વારંવાર અકસ્માતો સર્જવામાં આવે છે. ડમ્પરના અકસ્માતોની વારંવારની ઘટનાઓથી તેમનો જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિકોએ આ મામલે યોગ્ય કાર્યવાહી અને કડક પગલાંની માંગણી કરી છે. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ડમ્પર ની ટકકરે મોતને ભેટેલ મહિલા પોતાના પિયર બોલવાથી દુનાવાડા તેની સાસરીમાં જતી હોવાનું જાણવા મળ્યું છે.