પાલનપુરની યુવતી પર પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ચકચાર

પાલનપુરની યુવતી પર પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ચકચાર

બે સંતાનની માતાને અપશબ્દો બોલી ગડદા પાટુંનો મરાતા ફરિયાદ

પતિએ તેના અગાઉ થયેલા બે લગ્ન છૂપાવી યુવતી સાથે લગ્ન કર્યા હતા; પાલનપુરની એક યુવતીના સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામના એક યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.જોકે આ યુવકના અગાઉ બે વખત લગ્ન થયા હોવા છતાં તે છૂપાવીને આ લગ્ન કર્યા હતા. જેની યુવતીને જાણ થતા તે અંગે કહેવા જતા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતા યુવતીએ તેના પતિ સહિત સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પાલનપુરમાં જનતા નગર મસ્જિદ પાસે રહેતા હસમુદીન સુલતાન મહંમદ અનસારીની દીકરી રૂકશાનાબાનુના લગ્ન વર્ષ 2021 માં સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના બિલાલભાઈ ઉસ્માનભાઈ મરેડીયા સાથે કરવામાં આવ્યા હતા. આ પરણિતાને સાસરીમાં શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ તેનો પતિ તેની સાથે કામકાજ બાબતે ઝગડા કરી અપશબ્દો બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જોકે લગ્નના દોઢ વર્ષ બાદ આ મહિલાને તેના પતિના અગાઉ બે વખત લગ્ન થયા હોવાની જાણ થતાં તે અંગે કહેવા જતાં તેને ગડદા પાટુંનો માર મારી ત્રાસ ગુજારવામાં આવતા બે સંતાનની માતાએ તેના પતિ સહિત ચાર સાસરિયાં વિરૂદ્ધ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *