ડીસા તાલુકાના ભડથ ગામે મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી મચી જવા પામી છે. આ બાબતે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના ભડથ ગામે રહેતા સુરેખાબા વિક્રમસિંહ વાઘેલા (ઉ.વ.40) ના પતિ મજૂરી કામ અર્થે ગયેલ હોઈ તેમજ તેમના સાસુ લોકાચાર ગયેલા હોઇ પોતે ઘરે એકલા હતા. ત્યારે સુરેખાબાને કોઈ સંતાન ન હોવાથી છેલ્લા ઘણા સમયથી બેચેન જેવા રહેતા હતા. ત્યારે આજે ઘરે એકલા હોવાથી તેઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગેની જાણ થતા અડોશી પડોશી દ્વારા ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તેઓની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ મોકલી હતી તેમજ આ અંગે એ.ડી. અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.