પાટણ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકકો ગાડી ઝડપાઈ

પાટણ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકકો ગાડી ઝડપાઈ

પાટણ બી ડિવિઝન પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે શહેરના હાઈવે પરના યામી પેટ્રોલપંપ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકકો ગાડીને ચાલક સાથે ઝડપી ગુનામાં સંડોવાયેલાઅન્ય બે ઈસમો સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા પાટણ શહેર સહિત જિલ્લા માથી પ્રોહિબીશનની બદીને દુર કરવા કરેલ સુચના આધારે પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.સોલંકી, પીએસઆઈ આઈ.જી.મોરી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી અને જુગાર લગત પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારો દ્રારા ચોકકસ બાતમી મળેલ કે ઇક્કો ગાડી નં.GJ.02.BD.0400 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે ગાડી શહેરના શીતળા માતાની ચોકડી તરફથી પાટણ ટાઉન તરફ જનાર છે.

જે હકિકત આધારે ટીમે નાકાબંધી કરતા બાતમી વાળી ઇક્કો ગાડીને પાટણ હાઈવે પરના યામી પેટ્રોલપંપ નજીકથી ઝડપી તેની તલાસી લેતાં ઇક્કો ગાડીમાંથી ગે.કા. ભારતીય બનાવટની વિદેશી દારૂ-બીયરની બોટલ-ટીન નંગ.૩૫૭ કિ.રૂ.૫૩,૧૪૮ નો મુદ્દામાલ મળી આવતાં ટીમે દારૂના જથ્થા સાથે ગાડી ચાલક ભરતસિંહ ફુલાજી જાદવ રહે.રાંનેર, રૂપાણીપાર્ટી તા.કાંકરેજ જી.બ.કાંઠાને પકડી આ ગુનામાં સંડોવાયેલ વાલારામ પારખરામ ઠાકોર, રહે.ધામસણ રાજસ્થાન અને રાહુલ ઠાકોર રહે.ગોલાપુરવાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *