પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાયીનાઓએ પાટણ જિલ્લામાં તેમજ રાધનપુર ડીવીજન વિસ્તારમાં ગેરકાયદેર પ્રવૃતિ કરતા ઇસમ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે સમી પોલીસ સ્ટેશનના ઈ.ચા.પીઆઈ એ.પી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સમી પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી મળેલ કે તમાચીભાઇ ગુલમહમદભાઇ તાજમહમદ સિંધિ ઉ.વ ૨૦ રહે.વાદળીથર તા.સાતલપુર જી.પાટણવાળો સમી નાયકા ત્રણરસ્તા પાસે દેશી હાથ બનાવટની બંદુક (ખાડણીયુ) વગર પાસ પરવાનાની સાથે ફરી રહેલ છે જે હકીકત આધારે ટીમે ધટના સ્થળે પહોંચી ઉપરોક્ત ઈસમને દેશી હાથ બનાવટની બંદૂક નંગ-૧ કિં.રૂ.૨પ૦૦ ની ગેરકાયદેસર પોતાના કબજામાં રાખી મળી આવતા સમી પોલીસે તેની અટકાયત કરી તેની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળ્યું છે.

- May 27, 2025
0
134
Less than a minute
You can share this post!
editor