કતલખાને જતાં ઘેટાં બકરાનો બાવાવી કાંટ પાંજરાપોળમાં મૂકાયા: ગુરુવારની મોડીરાત્રે જીવદયાપ્રેમી કાર્યકર્તાએ આબુરોડ એક ટ્રકનો પીછો કરી આખરે પાલનપુર પાસે ટ્રક રોકવી તપાસતા 258 ઘેટાં બકરાં મળી આવતા પોલીસને કાર્યવાહી કરાવી બચાવેલ જીવોને કાંટ પાંજરાપોળમાં મૂકાયા
બનાસકાંઠા જિલ્લાની સરહદ જાણે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનું મોટું હબ હોય એમ રોજેરોજ ટ્રકોમાં પશુઓની હેરાફેરી થઈ રહી છે અને ક્યારેક જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ તો ક્યારેક પોલીસની સતર્કતાથી આવી ગેરકાયદેસનાં પશુઓ ભરીને જતી ટ્રકો ઝડપી પડે છે ત્યારે ગુરુવારની મોડી રાતે આબુરોડ તરફથી એક શંકાસ્પદ ટ્રકમાં ઘેટાં બકરા હોવાની અબુરોડના જીવદયા પ્રેમી માલૂમ થતું તે કાર્યકર્તાએ પોતાના જીવના જોખમે ટ્રકનો પીછો કરતા કરતા પાલનપુર નજીક આવતા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે રાખી પાલનપુર તાલુકા પોલીસની મદદ લઈને ટ્રકોને રોકવી હતી.
તેમાં પોલીસે તપાસ કરતા તેમાં ખીચોખીચ 258 ઘેટાં બકરાં મળી આવ્યા હતા જેથી ટ્રકોને પાલનપુર તાલુકા મથકે લાવીને ધોરણસરની ફરીયાદ દાખલ કરી બચાવે તમામ ઘેટાં બકરાનો ડીસા ખાતે આવેલ કાંટ પાંજરાપોળ લાવવામાં આવ્યા હતા ત્યારે ટ્રકોમાંથી ઘેટાં બકરાનો નીચે ઉતરી જોતા તેમાં 254 જીવતા ઘેટાં બકરાં મળી આવ્યા હતા અને 4 ઘેટાં બકરાં મરણ હાલતમાં મળી આવ્યા હતા.