પ્રાંતિજમાં બેફામ કાર ચાલકે બે કાર અને પીકઅપ વાનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો

પ્રાંતિજમાં બેફામ કાર ચાલકે બે કાર અને પીકઅપ વાનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો

સાબરકાંઠાના પ્રાંતિજમાં નબીરાએ અકસ્માત સર્જીને હાહાકાર મચાવી દેતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. પ્રાંતિજમાં નાલંદા સ્કૂલ પાસે જ બેફામ કારચાલકે 5 વાહનોને અડફેટે લીધા હતા. બનાવમાં ઘાયલ થયેલા લોકોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. નબીરાની કારમાંથી દેશી દારુની પોટલીઓ પણ મળી આવી હતી. દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું છે. બેફામપણે કાર ચલાવી રહેલા નબીરાએ 2 એક્ટિવા, 2 કાર અને પીકઅપ વાનને ટક્કર મારી હતી.

પ્રાંતિજ રેલ્વેસ્ટેશન નાલંદા સ્કુલ પાસે એક કાર ચાલકે બે એક્ટીવા બે કાર અને એક પીકઅપ વાનને અડફેટે લીધુ હતું. અકસ્માતમાં સ્કુલ માંથી છુટીને એક્ટીવા ઉપર ઘરે જઇ રહેલ વિધાર્થીની ને ઇજાઓ પહોચી છે જ્યારે એક્ટીવા ઉપર રાસલોડ ખાતે જઇ રહેલ સાળા-બનેવીને ઇજાઓ પહોંચી હતી. જ્યારે રસ્તાની સાઇડ પર ઉભી રાખેલી એડવોકેટની કાર ને પણ અડફેટે લેતા કારને નુકશાન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *