સિદ્ધપુરની રીયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી ૧૦૩ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો

સિદ્ધપુરની રીયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી ૧૦૩ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો

ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણ અને SOG દ્વારા કાયૅવાહી હાથ ધરાતાં ભેંળસેળીયા તત્વોમાં ખળભળાટ મચ્યો સિદ્ધપુરની રીયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી૧૦૩ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો પાટણખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝડપી કાયૅવાહી હાથ ધરાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સિદ્ધપુરમાંથી શંકાસ્પદ પનીરનો ૧૦૩ કિલો નો જથ્થો કિ.રૂ.૨૫,૭૫૦ નો જથ્થો જપ્ત કરી ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા નાશ કરી આગળ ની તજવીજ માટે  પનીરના નમુનાઓ મેળવી તેને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાટણના નગરજનોને શુધ્ધ-સાત્વીક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર, પાટણ તેમજ એસઓજી ટીમ પાટણ દ્વારા તારીખ ૧ લી ફેબ્રુઆરીના રોજ સિદ્ધપુર ખાતે આવેલ રીયલ ડેરી ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં તપાસ હાથ ધરી એક પનીર, બે દહીં , એક દૂધ અને એક એસેટિક એસિડના પાંચ નમૂના લેવામાં આવ્યા હતા.

જેમાં પનીર શંકાસ્પદ હોઇ કુલ ૧૦૩ કિલો કે જેની અંદાજિત રકમ ₹૨૫,૭૫૦ છે. જે પેરિસેબલ પ્રોડક્ટ હોઇ તેનો નાશ કરાવી લીધેલ નમુનાઓ પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણના સુત્રો એ જણાવ્યું હતું. પાટણ ઔષધ નિયમન તંત્રને એસ ઓ જી ની ટીમ દ્વારા સિદ્ધપુરની રીયલ ઇન્ડસ્ટ્રીઝ ડેરી માંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીરના જથ્થા ને લઈને હાથ ધરાયેલી કાર્યવાહી ને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *