એસસી.એસટી જાતિ સમુદાયના વિવિધ ચાર મુદ્દે કરાઈ રજુઆત: પાલનપુર ખાતે સ્વયં સેવક દળ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ સમુદાયના વિવિધ પ્રશ્નો મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં શિષ્યવૃત્તિમાં કેવાયસી,દલિત આદિવાસી પર અત્યાચાર, મહાનાયકોની જન્મ જયંતીએ જાહેર રજા આપવા જેવી માંગો પૂરી કરવા રજૂઆત કરાઇ હતી.
દલિત અને આદિવાસી સમાજને થતા અન્યાય સામે લડત ચલાવતા સ્વયમ્ સૈનિક દળ દ્વારા હાલ એસસી,એસટી બાળકોને શિષ્યવૃતિ માટે કેવાયસીની પ્રકિયામાં લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાની રાવ સાથે તેમને સમય અને નાણાંનો બગાડ થતો હોય કેવાયસી પ્રક્રિયા રદ કરવી તેમજ કેન્દ્ર સરકાર ના કેલેન્ડર માં 14 મી એપ્રિલની રજા રદ કરવામાં આવી છે તે રજા ચાલુ રાખવા રાજ્ય તેમજ દેશમાં દલિત તેમજ આદિવાસીઓ પર થતા અત્યાચાર નાબૂદ કરવા અને પાલનપુર તાલુકાના વેડંચા ગામે દલિત યુવકને ઢોર માર મારનાર ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેકટરની કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.