મહેસાણા જિલ્લાના નંદાસણમાં નશાયુક્ત કફ સિરપની 110 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા જિલ્લાના નંદાસણમાં નશાયુક્ત કફ સિરપની 110 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે નશાકારક ચીજવસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ હવે સામાન્ય બમિ ગયું છે. તેની પાછળ જવાબદાર એક માત્ર તંત્રની જ લાલીયાવાડી છે. કડીના નંદાસણ વિસ્તારમાં નશાયુક્ત કફ સીરપનો કરતો જાહેરમાં વેપાર કરતો એક વ્યક્તિ રંગે હાથ ઝડપાઇ જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કડી તાલુકામાં નંદાસણ ગામ ખાતે નશાયુક્ત કફ સીરપની 110 બોટલો સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અલ્પેશ મકવાણા ઉર્ફે અપ્પુ નામનો વ્યક્તિ નશાયુક્ત કફ સિરપની 110 બોટલ સાથે ઝડપાતા નશાનો કાળો કારોબાર કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કફ સિરપની બોટલો સાથે રંગે હાથ ઝડપાયેલા અલ્પેશ મકવાણા ઉર્ફે આપું નામનો આ વ્યક્તિ પોતાના મકાનમાં ગેરકાયદેસર નશીલી કફ સીરપ રાખી વેપાર કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જ્યાં નંદાસણ પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા આશરે 110 જેટલી નશાયુક્ત ઓફ સર0ની બોટલો મળી આવેલ હતી. વધુ તપાસમાં નંદાસણ પોલોસને જાણવા મળેલી હકીકતમાં આરોપી અલ્પેશ મકવાણાને આ નશાયુક્ત કફ સીરપ મહોમ્મદ ફારુખ ઉર્ફે આસીફ ચોહાણ, ગામ સવાલા વાળાએ આપી હતી. જે અનુસંધાને નંદાસણ પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો નોધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *