જુના ડીસામાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર

જુના ડીસામાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર

ડીસા તાલુકાના જુના ડીસા ગામેથી દારૂની હેરાફેરી કરતા એક ઈસમનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક એક્ટિવા વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જોકે આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અજય કેશાજી ઠાકોર નામનો એક ઈસમ પોતાની એક્ટિવા પર દારૂનું છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે ગોઠવેલા વોચ દરમિયાન, બાતમી મુજબની એક્ટિવા આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક એક્ટિવા મૂકીને ભાગી ગયો હતો. પોલીસે પીછો કર્યો પરંતુ તે ગલીનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે એક્ટિવાની તપાસ કરતા તેમાંથી 2,889/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને 50,000/- ની કિંમતની એક્ટિવા મળીને કુલ  52,889/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *