નવો અધ્યાય વિકાસનો આલેખાયો : ડીસા પાલિકાની ટી.પી. સ્કીમને રાજ્યમાં સર્વ પ્રથમ મંજૂરી

નવો અધ્યાય વિકાસનો આલેખાયો : ડીસા પાલિકાની ટી.પી. સ્કીમને રાજ્યમાં સર્વ પ્રથમ મંજૂરી

૯૬.૭૭ હેક્ટર વિસ્તારમાં આયોજનબદ્ધ વિકાસનો માર્ગ મોકળો; શહેર આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનશે

બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ડીસાના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમવાર કોઈ નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી ટાઉન પ્લાનિંગ (ટી.પી.) સ્કીમને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી મળી છે. અંદાજે ૯૬.૭૭ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારને આવરી લેતી આ સ્કીમથી ડીસાના શહેરી માળખામાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.​

આ ટી.પી. સ્કીમનો મુખ્ય હેતુ શહેરનો સંતુલિત અને આયોજનબદ્ધ વિકાસ કરવાનો છે. આ યોજના અંતર્ગત સમાવિષ્ટ વિસ્તારમાં ​પાકા રસ્તાઓ સાથે વાહનવ્યવહારની સરળતા માટે સુવ્યવસ્થિત રોડ નેટવર્ક, શહેરમાં ​ડ્રેનેજ અને વોટર સપ્લાય, આધુનિક ગટર વ્યવસ્થા અને શુદ્ધ પીવાના પાણીની લાઈનો સહિત ​સ્ટ્રીટલાઈટ જેવી સુવિધા,સમગ્ર વિસ્તારમાં રોશની માટે અધ્યતન લાઈટિંગ ઉપરાંત માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ સામાજિક જરૂરિયાતોને ધ્યાને રાખીને યોજનામાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં  પર્યાવરણની જાળવણી અને લોકોના આનંદ-પ્રમોદ માટે ગ્રીન બેલ્ટ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારો માટે રહેઠાણની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે તેમજ વધતા ટ્રાફિકને પહોંચી વળવા પાર્કિંગ સ્પેસ અને વેપાર-ધંધા માટે વાણિજ્યિક પ્લોટ્સની આ યોજના ડીસાના ભવિષ્યને નવી દિશા આપશે. આ સુયોજિત ડેવલપમેન્ટને કારણે રહેવાસીઓને વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થશે અને શહેરનો વ્યવસ્થિત વિકાસ થશે.જેમાં કુલ   ૯૬.૭૭ હેક્ટર જમીનને આવરી લેવામાં આવશે. રાજ્યની પ્રથમ પાલિકા સંચાલિત મંજુર આ સ્કીમનો હેતુ શહેરને આધુનિક, સ્વચ્છ અને સુવિધાયુક્ત શહેર બનાવવાનો છે.

રાજ્ય મંત્રીના પ્રયાસો ફળદાયી નિવડયા….

આ બાબતે ડીસા પાલિકા પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શૈલેષભાઇ રાયગોર તેમજ ટાઉન પ્લાનિગ કમિટીના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ ટી. પી. સ્કીમ અમલમાં આવતા ડીસા શહેરનો વિકાસ થશે .રોડ રસ્તા, સહિત પાયાની સુવિધા   સાથે લોકોની સુખાકારી વધશે.ટી.પી. સ્કીમને અથાક પ્રયત્નો દ્વારા મન્જુર કરાવવા બદલ રાજ્યના મઁત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. પાણીદાર મઁત્રી ડીસા સહિત સમગ્ર રાજ્યના અનેક વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.ત્યારે તેમના આગવા વિઝનથી મંજુર થયેલ આ ટી. પી. સ્કીમથી ડીસા શહેરના વિકાસની નવી

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *