ટેલિફોન વિભાગ દ્વારા ખોદેલા ખાડા માં ભેસ ફસાતા મોતને ભેટી
વિસ્તારમાં રોડ- રસ્તા, સ્વચ્છતા, રખડતાં ઢોરો ની સાથે ભૂગૅભ ગટરો ઉઘરાવવાની સમસ્યાથી રહીશો પરેશાન
સતારૂઢ બનેલા નેતાઓ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહિ લાવે તો ગાધી ચિધ્યા માગૅ પર પાલિકા ખાતે ધરણાની ચિમકી
પાટણ જિલ્લાની હારીજ, ચાણસ્મા અને રાધનપુર એમ ત્રણ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચુટણી પરિણામ બાદ સ્પષ્ટ બહુમતી સાથે પ્રજાએ ત્રણેય નગરપાલિકાનું સુકાન ભારતીય જનતા પાર્ટી ની વિકાસ નિતિ ને ધ્યાનમાં રાખીને સોપવામાં આવ્યું છે. પરંતુ આ ત્રણ નગરપાલિકા પૈકી હારીજ નગરપાલિકા ની ભાજપ સાશિત બોડી સતારૂઢ બને આજે એક સપ્તાહ જેટલો સમય વીત્યો હોવા છતાં હારીજ ના વોડૅ નં 3 ના રહીશો ની રોડ, રસ્તા, ભૂગૅભ ગટર, ગંદકી, સ્ટ્રીટ લાઈટ અને રખડતા ઢોરોની સમસ્યાઓ પૈકીની એક પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા વિસ્તારના લોકોમાં પાલિકાના સતાધીશો સહિતના અધિકારીઓ સામે રોષ સાથે નારાજગી જોવા મળી હતી.
હારીજ નગરપાલિકાના વોડૅ નં-૩ મા આવતા ધૂણીયા વિસ્તારની હાલત હાલમાં નકૉગાર બની છે. ભૂગર્ભ ગટરની ચોક અપ લાઈનો ની સાથે વિસ્તારમાં ટેલિફોન વિભાગ દ્વારા અંડર ગ્રાઉન્ડ વાયરીંગ ની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાઓ કામગીરી પૂર્ણ થયા ને એક માસથી વધુ નો સમય વિતવા છતાં તેનું પુરાણ કામ નહિ કરાતા અવારનવાર આ ખાડાઓમાં અબોલ જીવો ખાબકતા હોવાની ઘટના સજૉઈ રહી છે. તો શનિવારે આ વિસ્તારના ખુલ્લા ખાડામાં એક ભેસ ખાબકતાં મોતને ભેટી હોવાનું વિસ્તારના રહીશ વિનોદભાઈ ઠાકોરે જણાવ્યું હતું. તો આ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતું પાણી પણ ભૂગૅભ ગટર જોડાણ સાથે ભળ્યું હોય લોકોના ઘરમાં અસહ્ય ડહોળુ તેમજ ગંદકી યુકત પાણી આવતા લોકો ના આરોગ્ય સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે.
જયારે રખડતાં ઢોરો અને ગંદકીની સમસ્યાને કારણે પણ વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આ વિસ્તાર ની સમસ્યા ના નિરાકરણ માટે ચૂટણી સમયે પ્રચાર માટે આવતા નેતાઓએ આપલી ખાતરી ચુટણી જીતી સતા સ્થાને બેઠેલા નેતાઓ ભૂલી ગયા હોય તેવો અહેસાસ વિસ્તારના લોકો કરી રહ્યા છે. જો નગરપાલિકાના સતાધીશો આ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓનું તાત્કાલિક નિરાકરણ નહિ લાવે તો આગામી દિવસોમાં વિસ્તારના લોકો ગાધી ચિધ્યા માગૅ પર પાલિકા કેમ્પસમાં ધરણા કરશે તેવી ચિમકી ઉચ્ચારી રહ્યાં છે.