દસ વર્ષ પહેલાં પાટીદાર અનામત આંદોલનમાં 167 વ્યક્તિ ઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો હતો
ગઢ ગામે પોલીસના ગોળીબારમાં બે પાટીદાર યુવકો શહીદ થયા હતા; ગુજરાત રાજ્યમાં વર્ષ 2015 માં પાટીદાર અનામત આંદોલન યોજાયું હતું રાજ્ય વ્યાપી આ આંદોલનમાં પાલનપુર તાલુકાના ગઢ ગામે પોલીસ ગોળીબારમાં બે પાટીદાર યુવકોના મોત થયા હતા. જેમાં પોલીસ દ્વારા 167 જેટલા પાટીદાર સમાજના લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ કેસો પાછા ખેંચવા અનેક વાર રજૂઆતો કરવામાં આવતાં આખરે સરકાર દ્વારા ગઢ પંથકમા પાટીદારો પર કરાયેલ કેસો પાછા ખેંચવામાં આવ્યાં છે.
રાજ્યમાં વર્ષ 2015 માં પાટીદારને અનામત નો લાભ આપવા આંદોલન કરવામા આવ્યું હતું. રાજ્ય વ્યાપી આ આંદોલનમાં ઠેર ઠેર પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પાલનપુર તાલુકાના ગઢ ગામે પણ પાટીદારો અને પોલીસ વચ્ચે અથડામણ થતાં પોલીસ દ્વારા પાટીદારોના ટોળાને વિખેરવા માટે ગોળીબાર કરવામાં આવ્યું હતું. જેમાં બે પાટીદાર સમાજના બે યુવકોમાં મોત થયા હતા જેમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજના 167 લોકો સામે કેસો દાખલ કરાયા હતા. જેને લઇ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો અને પાટીદારો પર કરાયેલા કેસો પાછા ખેંચવા માટે પાટીદાર અગ્રણીઓ દ્વારા અવાર નવાર ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી.
જેમાં થોડા સમય અગાઉ પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, માજી કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી તેમજ પાટીદાર આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર કરાયેલા ખોટા કેસો પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા 167 પાટીદારો પર કરાયેલ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવતા પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ સર્જાયો છે. દશ વર્ષ બાદ પોલીસ કેસની તારીખોમાં થી છુંટકારો મળતા પાટીદાર સમાજ દ્વારા મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો હતો.