પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા તપાસ હાથ ધરી; ચાણસ્મા ના ધિણોજની સીતાપુર ગામની સીમમાં આવેલી વંદન ફુડ્સ લિમિટેડ એરંડા મિલમાં ગામના જ ૧૫ લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાની ગતરોજ તા.૧૬ ઓગસ્ટ ના રોજ સાંજે ૭-૩૦ કલાકે બનતા અને આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ થતાં સન સનાટી મચી જવા પામી છે.
આ હુમલો કરનાર ઈસમો ત્રણ બાઇક અને એક કારમાં આવેલા સીતાપુર ગામના પાંચ ઓળખાયેલા અને દસ અજાણ્યા વ્યક્તિઓએ પથ્થરો અને લાકડીઓથી હુમલો કર્યો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદ મા કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ હુમલા મા મિલના ડિરેક્ટર જિતેન્દ્રભાઈ પટેલ અને ઓપરેશન મેનેજર રાજુલભાઈ ગજ્જરને માર મારવામાં આવ્યો હોય હુમલાખોરોએ આરોપ લગાવ્યો કે તેમના ગામમાં પૂછ્યા વગર બહારના લોકો ધંધો કરી રહ્યા છે.
આ ઘટના પહેલા તા. ૨૦ જુલાઈના રોજ એક વ્યક્તિએ પોતાની ઓળખ ગામના સરપંચ તરીકે આપીને ધંધો બંધ કરવાનું કહ્યું હતું.૧૫ ઓગસ્ટે ફરી આવીને કંપની બંધ ન કરવા બદલ વિરોધ કર્યો હતો. હુમલા દરમિયાન સ્ટાફે શટર બંધ કરી દીધું હતું, પરંતુ કેટલાક લોકો પાછલા દરવાજેથી અંદર ઘૂસી ગયા હતા અને જિતેન્દ્ર પટેલ ને બેઠો માર મારવામાં આવ્યો અને રાજુલ ગજ્જરને પથ્થર વાગ્યો હતો. હુમલાખોરોએ મિલ સાથે જીવતા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી.
મિલના મૂળ માલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા માટે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે પણ ઝઘડો થયો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસે પાંચ વ્યક્તિના નામ જોગ અને દસ અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

