પાટણ એસઓજી ટીમે રૂ.1.66 લાખના શંકાસ્પદ ધીના 26 ડબ્બા સાથે બે શખ્સો ને ઝડપી લીધા: પાટણ મણીયાતી પાડાના રહેણાંક મકાન માંથી પાટણ એસઓજી ટીમે બાતમીના આધારે ઓચિંતી રેડ કરી શંકાસ્પદ ઘી ની મીની ફેકટરી ઝડપી રૂ.1.66 લાખના શંકાસ્પદ ધીના 26 ડબ્બા સાથે બે શખ્સો ને ઝડપી લીધા હતા જોકે ટીમ ની રેડ દરમ્યાન મકાન માલિક હાજર ન હોય તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા શંકાસ્પદ ઘી બનાવી તેનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોવાની મળેલી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોય જે સુચના ને ધ્યાનમાં રાખીને પાટણ એસઓજી પીઆ સહિતની ટીમે ચક્રો ગતિમાન બનાવ્યા હતા.
જે દરમિયાન એસઓજી પોલીસની પેટ્રોલિંગ કામગીરી દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે શહેરના ઘીવટા વિસ્તારમાં આવેલ મણીયાતી પાડામાં પરેશભાઇ બાબુલાલ મોદીના મકાન મા ઓચિંતી રેડ કરતા મકાનમાંથી શંકાસ્પદ ઘી બનાવવાની મીની ફેક્ટરી મળી આવતા ટીમે શંકાસ્પદ ઘીના 26 ડબ્બા કિંમત રૂપિયા 1.66 લાખના મુદામાલ સાથે બીપીનભાઇ બાબુલાલ મોદી રહે.પાટણ,૧૩ સિધ્ધાર્થ નગર સોસાયટી, પારેવા સર્કલ તા.જિ.પાટણ અને કમલેશકુમાર રસીકલાલ મોદી રહે.પદમનાભચોકડી,રૂદ્રા સોસાયટી મકાન નં.૪૫ તા.જિ.પાટણ વાળાની અટકાયત કરી હતી. જોકે ટીમ ની રેડ દરમ્યાન મકાન માલિક પરેશભાઈ બાબુલાલ મોદી રહે. પાટણ, ધીવટો મણીયાતી પાડાવાળા હાજર ન હોય તેને પકડવાના પોલીસ દ્વારા ચક્રો ગતિશીલ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.