૦૭- વાવ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ અન્વયે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડ, પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર આર.કે.સિંઘ તથા ખર્ચ ઓબ્ઝર્વર યોગેશ લોકેની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા સહિત તમામ કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં પોલીસ પેટ્રોલિંગ, ચૂંટણી સંબંધી ટ્રેનિંગ, લીકર, રિકવરી સહિતના તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન, કામગીરીમાં સતર્કતા રાખવા સલાહ સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ ચેકપોસ્ટ સહિત તમામ સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ સહિત ક્રિટિકલ મતદાન બુથો ખાતે વિશેષ પોલીસ બંધોબસ્ત મુજબનું આયોજન કરાયું છે. જિલ્લા પારદર્શિત ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું.