વાવના ઊંઝા ખાતે રહેતાં લોકો ઉપસ્થીત રહ્યા: બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાની ચૂંટણીને લઇ આજે ઊંઝા શહેરમાં રહેતા વાવ તાલુકાના અગ્રણીઓ લોકોની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા હાકલ કરાઇ હતી. બનાસકાંઠા વાવ ખાતે યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ ઊંઝામાં પડયા છે.
ઊંઝા ખાતે રહેતાં વાવ તાલુકાના લોકોની વાવ વિધાનસભાની પેટા ચુંટણીના લોકસંપર્ક કાર્યક્ર્મ અંતર્ગત બેઠક યોજાઈ હતી. સર્વે સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સર્વે સમાજ દ્વારા વાવ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા હાકલ કરાઇ હતી. આ બેઠકમા વેપારી અગ્રણીઓ ભાનુભાઈ જોષી મહારાજ, દેવરામભાઇ આસલ તેમજ ભાજપના હોદ્દેદારો પિરાભાઈ ગામોટ, ભગવાનભાઈ વ્યાસ, મનુભાઈ મહેતા તેમજ વિજયભાઈ જોષી અને યુવાન મિત્રો ઉપસ્થીત રહ્યા હતા.