ઇન્ડોનેશિયામાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300 થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. આ ભયાનક આગનું દ્રશ્ય વીડિયોમાં જોઈ શકાય છે. આગ ખૂબ જ ઝડપથી આખા જહાજને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે, જેમાંથી ઉંચી જ્વાળાઓ અને કાળો ધુમાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સળગતી ફેરીમાંથી 280 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે.
જહાજમાં ભીષણ આગ વચ્ચે, ફસાયેલા મુસાફરો દરિયામાં કૂદવા લાગ્યા. વીડિયોમાં લોકોને દરિયામાં કૂદતા જોઈ શકાય છે. ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે એક ફેરીમાં આ આગ લાગી હતી. આ પછી, જહાજમાં સવાર મુસાફરોમાં ભયંકર ગભરાટ ફેલાયો હતો. જહાજમાં રહેલા 280 થી વધુ લોકો પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યા. ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે.
આ જહાજમાં ૩૦૦ થી ૫૦૦ મુસાફરો હોવાની આશંકા છે. ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી. અધિકારીઓ અને બચાવ ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. અકસ્માતના કારણની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

