ચંડીસરના પરણિત યુવકે મૈત્રી કરાર કરનાર મહિલાના ત્રાસથી આપઘાત કરતાં ચકચાર

ચંડીસરના પરણિત યુવકે મૈત્રી કરાર કરનાર મહિલાના ત્રાસથી આપઘાત કરતાં ચકચાર

મહિલા સાથે રહેવા દબાણ કરી અસહ્ય ત્રાસ ગુજારતી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

મહિલાએ સાથે નહિ રાખો તો આત્મહત્યા કરવાની ધમકી આપતા યુવકે પગલું ભર્યું; પાલનપુર તાલુકાના ચંડીસર ગામના એક યુવકે સતલાસણાની એક મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં આ મહિલાએ તેને સાથે રાખવા દબાણ કરીને તેને અસહ્ય ત્રાસ આપવા લાગી હતી. તેમજ આત્મહત્યા કરવાની અને ઘર છોડી જતી રહેવાની ધમકી આપતી હોઇ આખરે આ યુવકે આ મહિલાના ત્રાસથી સેલફોસની ગોળીઓ ગળીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

પાલનપુરના ચંડીસર ગામે રેલવે સ્ટેશન પાસે રહેતા અને એક સંતાનના પિતા વસુભાઇ ગોદડભાઇ કુગસિયા (પટેલ) ને મહેસાણા જિલ્લાના સતલાસણા ગામની પરણિત મહિલા અનિતાબેન હરેશભાઈ પટેલ સાથે રિલેશનશીપ હોઇ બન્ને એ મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં આ મહિલા તેની સાથે દબાણ કરવા લાગી હતી. પરંતુ વાસુભાઇ પરણિત અને એક સંતાનના પિતા હોઇ આ મહિલાને સાથે રાખી શકે તેમ ન હોઇ આ મહિલાએ તેને સાથે રાખવામાં નહિ આવે તો આત્મહત્યા કરવાની તેમજ ઘર છોડી દેવાની ધમકી આપતી હતી. મૈત્રી કરાર મહિલાના અસહ્ય ત્રાસથી ત્રસ્ત યુવકે આખરે ખેતરમાં નાખવાની સેલફોસની ગોળીઓ ગળી લેતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જોકે મૃતકે પોતાના આપઘાત અંગે બે સ્યુસાઇડ નોટ લખી હોઇ ગઢ પોલીસે સતલાસણાની અનિતાબેન હરેશભાઈ પટેલ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *