પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જિલ્લામાંથી ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એસ.ઓ.જી.પીઆઈ જે.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ એકશન પ્લાન બનાવી એસઓજીની ટીમો શંખેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, તારાનગર ગામની નદીયા નામથી ઓળખાતી સીમમાં એક ઇસમ પોતાની પાસે દેશી બનાવટની બંદુક રાખીને આવતો હોઇ જે હકીકતવાળી જગ્યાએ ટીમે રેડ કરતા દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ.૨૫૦૦ સાથે નસંગજી છગનજી ઠાકોર રહે. તારાનગર તા. શંખેશ્વર જિ.પાટણ વાળાને આબાદ ઝડપી તેઓની સામે શંખેશ્વર પો.સ્ટે.મા આર્મ્સ એકટ મુજબનો ગુનો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ શંખેશ્વર પો.સ્ટે.ને સુપ્રત કરેલ હોવાનું જાણવા મળ્યું છે.
- January 10, 2025
0
149
Less than a minute
You can share this post!
editor