રાજ્ય સરકાર અને હાઈકોર્ટેના આદેશને ઘોળીને પી જતી પાલિકા: ડીસા શહેરમાં રખડતાં પશુઓની સમસ્યાને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જયાં નજર કરો ત્યાં રખડતાં પશુઓ અડિંગો જમાવીને બેઠેલા નજરે પડી રહ્યા છે. ત્યારે રખડતાં પશુઓ અનેક વાર રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ બની રહી છે.રાજય સરકાર અને હાઈકોર્ટના આદેશને ડીસા પાલિકા ઘોળીને પી ગઈ છે.
પાલિકા દ્વારા આ રખડતા ઢોર પકડવા દર વર્ષે લાખો રૂપિયાનું ચૂકવણું છતાં રખડતાં પશુઓની સમસ્યા આજેપણ યથાવત છે. ત્યારે ડીસા પ્રિતમ નગર સોસાયટીમાં આવેલ જય શ્રી સોસાયટીમાં બાળકને શાળાએ મુકવા ગયેલ પિતાને ગાયે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીના પિતાને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થેખસેડવામાં આવ્યા હતાં જ્યારે ગાય અડફેટે લેતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રાજય સરકાર અને હાઈ કોર્ટના આદેશનું પાલન કરી શહેર અને સોસાયટી વિસ્તારમાંથી રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.