બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપૉસ્ટ પરથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપૉસ્ટ પરથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર શનિવારે મોડી રાત્રે પાંથાવાડા પીઆઇ એમ બી બારડ અને તેમનાં પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી આઇશર ગાડી નંબર TG 08 U 6731માંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

પોલીસ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન આઇશર ગાડીમાંથી કુલ 3,888 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16,53,312 આંકવામાં આવી છે. ઉપરાંત આઇશર ગાડી સહીત કુલ રૂ. 31,63,312નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ગાડીના પાછળના ભાગને ખાલી દર્શાવી ઉપર લોખંડની ઇંગલો ગોઠવી નીચે પ્લાસ્ટિક તાડપત્રી લગાવી તેની વચ્ચે દારૂની પેટીઓ છુપાવી રાખવામાં આવી હતી. ગુજરાત તરફ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ દરમિયાન પોલીસે જથ્થો ઝડપ્યો હતો.

જો કે, આઇશર ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *