પાટણના ધારપુર ગામના ગોયા વાસના મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠતા અફડા તફડી મચી

પાટણના ધારપુર ગામના ગોયા વાસના મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠતા અફડા તફડી મચી

ગ્રામજનો ની મદદથી પાટણ પાલિકાની ફાયર બ્રિગેડ ટીમે મહામુસીબતે આગ ને કાબૂમાં લીધી

આગની ઘટનામાં ઘરમાં પડેલ ઘરવખરી સહિત દર દાગીના અને રોકડ પણ સળગી જતા મકાન માલિકને મોટું નુકશાન

પાટણ તાલુકાના ધારપુર ગામના ગોયા વાસમાં રહેતા ચંદ્રકાન્તભાઈ નવીનભાઈ મહારાજના ધરમાં સોમવારે સવારના સમયે અગમ્ય કારણોસર આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. આ આગ ના બનાવની જાણ ગામના સરપંચ, તલાટી સહિત ગ્રામજનોને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ પાટણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ને કરતાં તેઓએ ધટના સ્થળે આવી પાણી નો મારો ચલાવી ગ્રામજનો ની મદદથી મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનામાં ઘરમાં પડેલ ઘરવખરી સહિત દર દાગીના, રોકડ રકમ સળગી જતા મકાન માલિક ચંદ્રકાન્તભાઈ નવીનભાઈ મહારાજ ને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. જોકે આગ લાગવાનું ચોકકસ કારણ જાણી શકાયું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *