મોડાસા શહેરમાં એસઓજીએ ફટાકડા વેપારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ડીસામાં બનેલી દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર સતર્ક બન્યું છે. મોડાસા એસઓજીએ ગઈકાલે મોડી રાત્રે શહેરના ફટાકડા વેપારીઓની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનોમાં ગેરકાયદેસર સ્થિતિ જોવા મળી હતી. આ વેપારીઓ પાસેથી તેમના લાયસન્સમાં દર્શાવેલ મર્યાદા કરતાં વધુ વજનના ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં, વિસ્ફોટક ફટાકડા રાખવાની જગ્યાએ સલામતી ધોરણોનું ઉલ્લંઘન કરીને અંડરગ્રાઉન્ડ વાયરિંગને બદલે ખુલ્લા વીજ વાયરો પણ મળી આવ્યા હતા. આ ગંભીર બેદરકારી બદલ એસઓજીએ ત્રણેય વેપારીઓ વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

- April 5, 2025
0
327
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next