બેંગલુરુમાં કન્ઝ્યુમર કોર્ટે મેટ્રિમોની પોર્ટલ પર કન્યા ન શોધી આપવા બદલ 60,000 રૂપિયાનો દંડ ફટકાર્યો

બેંગલુરુમાં કન્ઝ્યુમર કોર્ટે મેટ્રિમોની પોર્ટલ પર કન્યા ન શોધી આપવા બદલ 60,000 રૂપિયાનો દંડ ફટકાર્યો

કન્યા ના શોધી આપી તો મેટ્રિમોની પોર્ટલને કોર્ટે 60 હજારનો દંડ ફટકાર્યો

બેંગલુરુમાં કન્ઝ્યુમર કોર્ટે મેટ્રિમોની પોર્ટલ પર કન્યા ન શોધી આપવા બદલ 60,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક અદાલતે પોર્ટલને પીડિત ગ્રાહકને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ નિર્ણય ત્યારે આપ્યો જ્યારે ફરિયાદી પાસેથી ફી લીધા પછી તે નિર્ધારિત સમયમાં કન્યા શોધવાનું વચન આપવામાં નિષ્ફળ ગયો અને પછી ફી પરત કરવાનો પણ ઇનકાર કર્યો.

તમને જણાવી દઈએ કે મેટ્રિમોની પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને જોડવાનો છે જેઓ લગ્ન કરવા ઈચ્છે છે. આ પોર્ટલ સંભવિત લાઈફ પાર્ટનરને શોધવા માટે વિકલ્પો આપે છે અને લોકોને તેમની પસંદ અને જરૂરિયાતો અનુસાર મેચ શોધવામાં મદદ કરે છે. આ પોર્ટલ પર યુઝર્સ તેમની પ્રોફાઇલ બનાવે છે. જેમાં તેમની વ્યક્તિગત માહિતી, પસંદગીઓ, જાતિ, ધર્મ, શિક્ષણ, વ્યવસાય વગેરેની વિગતો હોય છે. આ માટે પોર્ટલ તેમના યુઝર્સ પાસેથી તગડી ફી પણ વસૂલે છે.

બેંગલુરુના એમએસ નગરમાં રહેતા વિજય કુમાર પોતાના પુત્ર માટે જીવનસાથીની શોધમાં હતા. આ સમય દરમિયાન તેને કલ્યાણ નગર સ્થિત દિલમિલ મેટ્રિમોનીની ઓફિસ વિશે જાણ થઈ અને તેમનો સંપર્ક કર્યો. પોર્ટલે તેમની પાસેથી 30,000 રૂપિયાની ફી માંગી અને તેમને મૌખિક ખાતરી આપી કે તેઓ 45 દિવસમાં તેમના પુત્ર માટે કન્યા શોધી લેશે. આ પછી વિજય કુમારે તરત જ ફી અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ મેટ્રિમોની પોર્ટલમાં જમા કરાવ્યા. વિજય કુમાર કહે છે કે, નિર્ધારિત સમય વીતી ગયા પછી પણ પોર્ટલે એક પણ યોગ્ય પ્રોફાઇલ આપી નથી. આ દરમિયાન તેણે ઘણી વખત પોર્ટલની મુલાકાત લીધી અને ઘણી વખત રાહ જોવાનું કહેવામાં આવ્યું. આ હોવા છતાં પોર્ટલ તેમને સેવા પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યું.

subscriber

Related Articles