રાધનપુર અને ચાણસ્મામાં પાટણ એસઓજી પોલીસે હોટલ- ગેસ્ટ હાઉસો તથા એક ભંગારવાડા ઉપર સર્ચ રેડ કરીને અત્રે પાટણ કલેકટર જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ના ભંગ બદલની ફરિયાદ નોધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ એસઓજી ટીમે ચાણસ્માના સહયોગ ગેસ્ટ હાઉસ અને સૂર્યા ગેસ્ટ હાઉસની સાથે સાથે રાધનપુરના વિશ્વાસ હોટલ અને રોયલ ઈન ગેસ્ટ હાઉસ પર ઓચિંતો છાપો મારતા હોટલ – ગેસ્ટ હાઉસ ના સંચાલકો એ પાટણ જિલ્લા કલેકટર વ મેજિસ્ટ્રેટના જાહેરનામાનુ પાલન કરેલ ન હોવાનું ધ્યાનમાં આવતાં ઉપરોક્ત હોટલ અને ગેસ્ટ હાઉસ ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો ટીમે ચાણસ્માના એક ભંગારવાડાની તપાસ દરમ્યાન સામે આવેલ જાહેરનામા ભંગની બાબતે ભંગારવાડાનાં માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- February 8, 2025
0
136
Less than a minute
You can share this post!
editor