બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરીને અટકાવવાના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રોજબરોજ પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવી રહી છે. ત્યારે આજે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાથાવાડા નજીક પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ગાડી સાથે એક શખ્સની અટકાયત કરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખાતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાંથાવાડાના મેવાડા ચાર રસ્તા પાસે રોડ ઉપર એક સફેદ કલરની સ્વીફટ ગાડી (નંબર GJ.02.CA.2958) ને રોકાવી અંદર તપાસ કરતા દારૂ/ બિયરની ૪૪૩ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.૩,૦૭,૭૧૫/- નો મુદામાલ જપ્ત કરી આરોપી નરસિંહભાઈ ભાવાભાઈ રબારી (રહે.અનાપુરગઢ તા.ધાનેરા) ની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.