સિધ્ધપુરના નવાવાસ વિસ્તારમાં બાળકોના ઝઘડામાં બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો

સિધ્ધપુરના નવાવાસ વિસ્તારમાં બાળકોના ઝઘડામાં બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો

પાઈપ-લાકડીઓ ઉછળી, પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધ્યો

સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં બાળકોના ઝઘડાને કારણે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના વાલ્મિકી વાસ અને ચામુંડા ચોક પાસે બની હતી. અથડામણમાં લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા હથિયારોનો ઉપયોગ થતાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી. સિદ્ધપુર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કુલ આઠ શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ બનાવની સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રથમ ફરિયાદ કમળાબેન ચાવડાએ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેમના જેઠના દીકરાને મહોલ્લામાં રહેતા દિલીપભાઈના દીકરાએ માર માર્યો હતો. આ બાબતે ઠપકો આપવા જતાં દિલીપભાઈ મકવાણા,વિમળાબેન મકવાણા, તારાબેન મકવાણા અને તુષાર મકવાણાએ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી હતી.જેમાં દિલીપભાઈએ લોખંડની પાઇપ કમળાબેન ના માથામાં મારી હતી, જ્યારે અન્ય લોકોને પણ પાઇપ અને લાકડી વડે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જયારે સામે પક્ષે, વિમળાબેન મકવાણાએ વળતી ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના દીકરાના દીકરાને મહોલ્લામાં રહેતા દીપકના દીકરાએ માર માર્યો હતો,જેથી તેઓ સમજાવવા ગયા હતા. તે સમયે કમળાબેન નરેશભાઈ ચાવડા,હિતેશભાઈ મુકેશભાઈ ચાવડા, મનીષભાઈ મુકેશભાઈ ચાવડા અને દીપકભાઈ જયંતિભાઈ ચાવડાએ તેમના ઘર પાસે આવી હુમલો કર્યો હતો. વિમળાબેનના આક્ષેપ મુજબ,આ આરોપીઓએ લોખંડની પાઇપ અને લાકડીઓ વડે તેમને તથા અન્ય લોકોને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.સિધ્ધપુર પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે આઠ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ ASI ગણપતસિંહ ચલાવી રહ્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *