ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ અમેરિકા અને ભારત તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે “અમે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે શાંતિ સમજૂતીનું સ્વાગત કરીએ છીએ. અમે હંમેશા શાંતિ સ્થાપવાના અને હુમલામાં વધારો રોકવા માટે વાતચીતના માર્ગ પર પાછા ફરવાના પક્ષમાં છીએ. અમને આશા છે કે આ નિર્ણય સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા લાવશે.
Our statement on ceasefire announced between Israel and Lebanon:https://t.co/75xLsCZr2B pic.twitter.com/r3mMB25XbY
— Randhir Jaiswal (@MEAIndia) November 27, 2024
દરમિયાન, યુએસ પ્રમુખ જો બિડેને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને લેબનોનના હિઝબુલ્લાએ યુએસ-બ્રોકર્ડ શાંતિ સોદો સ્વીકાર્યો છે, જે બંને પક્ષો વચ્ચે દુશ્મનાવટના “કાયમી સમાપ્તિ” ના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. બિડેને ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેના યુદ્ધવિરામ કરારને “સારા સમાચાર” ગણાવ્યા અને આશા વ્યક્ત કરી કે 13 મહિનાથી વધુની લડાઈમાં વિરામ ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.