હિંમતનગરમાં 5 કિમી કીર્તન શોભાયાત્રા યોજાઈ
હિંમતનગરમાં કીર્તન મહાયજ્ઞ અંતર્ગત 72 કલાક સુધી ભજન કીર્તન ચાલી રહ્યું છે. ત્યારે આજે સવારે આનંદમાર્ગ પ્રચારક સંઘ દ્વારા કીર્તન શોભાયાત્રા યોજાઈ હતી. જે શહેરના વિવિધ વિસ્તારોમાં 5 કિમી ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.હિંમતનગરના ચંદ્રનગરમાં 72 કલાક કીર્તન મહાયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે શનિવારે આનંદમાર્ગ પ્રચારક સંઘ ગુજરાત દ્વારા કીર્તન શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા ચંદ્રનગર આનંદ માર્ગ ધ્યાન કેન્દ્રથી શારદાકુંજ સોસાયટી, એવન સોસાયટી, સુંદરવન, લક્ષ્મી વિહાર સહિતની સોસાયટીઓમાં ફરી હતી.
72 કલાક સુધી ભજન કીર્તન કરવામાં આવી રહ્યું છે
આ શોભાયાત્રામાં આનંદમાર્ગ પ્રચારક સેક્રેટરી આચાર્ય પ્રણવેશાનંદ અવધૂત, સેવા ધર્મ મિશનના ચીફ સેક્રેટરી જગત આત્માનંદ અવધૂત, હિંમતનગરના સેક્રેટરી વિશ્વકર્મચારી તથા મહિલા કલ્યાણ વિભાગ આરએસએલ જયપુર આચાર્ય, આનંદ અવધૂતિકા તથા રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ભોપાલ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી શિષ્યો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહીને જોડાયા હતા. જેમાં માનવ એક છે માનવનો ધર્મ એક છે જાતિવાદ એક જાહેર છે માનવતાની કહેર છે જાતપાત કી કરો વિદાય માનવ માનવ ભાઈ ભાઈ દુનિયાના નૈતિકવાદયો એક થાઓના સૂત્રો સાથ શરૂ થયેલા શોભાયાત્રા બે કલાક 5 કિમી વિસ્તારમાં ફરી હતી.