હિંમતનગરમાં આવતીકાલે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે. આ પૂર્વે આજે સાંજે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં છાપરિયા વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
આ પેટ્રોલિંગમાં હિંમતનગર હેડ ક્વાર્ટરના DYSP પાયલ સોમેશ્વર, હિંમતનગર વિભાગીય કચેરીના DYSP એ.કે. પટેલ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસે હિંમતનગર શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળ આવતા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.


