(જી.એન.એસ) તા. ૮
અમદાવાદ,
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. બંને ટીમો પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાઈ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં માત્ર 159 બનાવીને ઓલઆઉટ થઈ છે. આમ, ભારતીય T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બની છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં માત્ર 159 બનાવીને ઓલઆઉટ થઈ છે. આમ, ત્રીજી વખત ભારતીય T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બનનારી એકમાત્ર ટીમ બની છે.
રચિન રવિન્દ્ર 2 બોલમાં 1 રન બનાવીને જસપ્રીત બુમરાહના બોલ પર આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 3.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 32 રન છે.
મિશેલ સેન્ટનર 35 બોલમાં 43 રન બનાવીને જસપ્રીત બુમરાહના બોલ પર આઉટ થયો છે. જસપ્રીત બુમરાહે ચાર વિકેટ ઝડપી છે.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. ત્યારે ભારતે ફાઈનલ મુકાબલામાં ઈતિહાસ રચી દીધો છે. પહેલીવાર T20 વર્લ્ડ કપ ફાઈનલ મુકાબલામાં સૌથી મોટો સ્કોર બન્યો છે. આ અગાઉ T20 વર્લ્ડ કપ 2024માં ભારતનો જ હાઈએસ્ટ સ્કોર 176 રન હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા છે. ભારતે ન્યૂઝીલેન્ડને 256 રનનો ટાર્ગેટ આપ્યો છે. જણાવી દઈએ કે, સૌથી વધુ સંજૂ સેમસને 89 રન ફટકાર્યા છે. જ્યારે અભિષેક શર્માએ 52 અને ઈશાન કિશને 54 રન બનાવ્યા છે. આ સિવાય શિબમ દુબેએ 26, હાર્દિક પંડ્યાએ 18 રનની ઈનિંગ રમી છે. ભારતીય ટીમે આ સિવાય વધુ એક ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમના પહેલા ત્રણેય બેટરે ફિફ્ટી ફટકારી છે.

