મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે “શેપિંગ ટુમોરોઝ સીટીઝ – ફ્રોમ ક્લાયમેટ રીસ્ક ટૂ ગ્રીન ઓપોર્ચ્યુનીટીઝ” પુસ્તકનું વિમોચન કર્યું


(જી.એન.એસ) તા. 5

ગાંધીનગર,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે, “શેપિંગ ટુમોરોઝ સીટીઝ – ફ્રોમ ક્લાયમેટ રીસ્ક ટૂ ગ્રીન ઓપોર્ચ્યુનીટીઝ” પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું.

આધુનિક સમયમાં બદલાતાં વિશ્વમાં શહેરીકરણ-અર્બનાઇઝેશન સૌથી વધુ પરીવર્તનકારી પ્રક્રિયા છે. તેને સમસ્યા નહિ પરંતુ સસ્ટેનેબલ, ક્લાઇમેટ રીઝીલીયન્ટ અને ઇનોવેટીવ સિટીઝ તરીકે વિકસાવવાની તકોનું આ પુસ્તકમાં વિસ્તૃત આલેખન થયું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણના પડકારોને તકમાં પલટાવવાના અપેલા માર્ગદર્શનને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર અધિકારી સુ.શ્રી. શાલિની અગ્રવાલે, વિશ્વના દેશોના અર્બન ડેવલોપમેન્ટ અને અર્બનાઇઝેશન અનુરૂપ ભવિષ્યના શહેરી વિકાસના વિઝનથી આ પુસ્તકમાં સચોટ નિરૂપણ સાથે આવરી લીધું છે.

વધતાં જતાં શહેરીકરણને કારણે આવનારા દિવસોમાં એન્વાયરમેન્ટ અને સોશિયલ ચેલેન્જીસ માટેના ખાસ આગોતરા આયોજન અને નીતિ નિર્માણનું મહત્વ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
એટલું જ નહિ, અર્બનાઇઝેશન સાથે એનર્જી ડિમાન્ડ, રીસોર્સ કન્ઝમ્પશન અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન પરિણામે સર્જાતી કલાયમેટ ચેન્જની અસરોનું સમાધાન કરવાના વિચારો આ પુસ્તકતમાં વણી લેવામાં આવ્યા છે.

ભારતમાં પણ શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે અને ૨૦૪૭ સુધીમાં તેમાં મોટા પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે. આ આર્થિક વિકાસયાત્રામાં શહેરોની ભૂમિકા ખૂબ મહત્વની રહેવાની છે. વધતાં શહેરીકરણને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસીંગ, પાણી અને મૂળભૂત સેવાઓ પર ભાર વધે છે. તેથી શહેરોના સુવ્યવસ્થિત આયોજન અને ટકાઉ વિકાસ ખૂબ જરૂરી છે. તેની છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે.

સસ્ટેનેબલ ડેવલોમેન્ટ પ્રોજેક્ટને માટે ફંડીંગના માર્ગો દર્શાવતા પુસ્તકમાં જણાવાયું છે કે ક્લાયમેટ રીઝીલીયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ગ્રીન બોન્ડ, પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ, કાર્બન માર્કેટ અને ક્લાઈમેટ ફાઈનાન્સ જેવા પ્રયાસો દ્વારા મોટું રોકાણ પ્રાપ્ત કરી શકાય છે. આ સાધનો દ્વારા શહેરો જરૂરી મૂડી એકત્રીત કરી શકે છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની નાણાકીય ક્ષમતા મજબૂત બનાવવાની, મ્યુનિસીપલ ફાયનાન્સ સીસ્ટમને વધુ સુદ્રઢ કરવાની બાબતોને પણ આવરી લેવામાં આવી છે.

શહેરો સમસ્યાઓનું કારણ નથી, પરંતુ એવા પ્લેટફોર્મ છે જ્યાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પડકારોના ઉકેલો વિકસાવી શકાય છે. યોગ્ય આયોજન, ટેકનોલોજી અને સસ્ટેનેબલ પોલિસીઝ દ્વારા શહેરોને વિકાસના કેન્દ્ર અને ગ્રીન ફ્યુચરના આધારસ્તંભ બનાવી શકાય છે તે અંગે પણ આ પુસ્તકમાં આલેખન થયું છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *