ડીસાના બગીચા સર્કલ ખાતે ‘હિન્દુ યુવા સંગઠન ભારત’ની બેઠક યોજાઈ

ડીસાના બગીચા સર્કલ ખાતે ‘હિન્દુ યુવા સંગઠન ભારત’ની બેઠક યોજાઈ

ગૌરક્ષા માટે લેવાયા મક્કમ નિર્ધાર

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ગૌવંશના રક્ષણ અને ગૌસેવાના કાર્યોને વધુ વેગ આપવા માટે ‘હિન્દુ યુવા સંગઠન ભારત’ દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બગીચા સર્કલ ખાતે યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો અને સંગઠનના હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા.

​​આ મીટિંગમાં ગૌમાતાની રક્ષા માટે અનેક મહત્વના પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ​ગૌમાતાની હત્યા અટકાવવા માટે કાયદાકીય કડક અમલવારી થાય અને સમાજમાં જનજાગૃતિ આવે તે માટે આયોજન કરવું.આ ઉપરાંત કતલખાને લઈ જવાતા અબોલ જીવોને બચાવવા માટે સંગઠનની ટીમ દ્વારા સતત વોચ રાખવી અને ગૌતસ્કરીના બનાવો ડામવા તેમજ ગૌસેવા દરમિયાન આવતા પડકારો અને ગૌરક્ષકોની સુરક્ષા બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો. ગૌરક્ષાના અભિયાનમાં વધુમાં વધુ સ્થાનિક યુવાનો જોડાય તે માટે સંગઠનને મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

આ ​બેઠક દરમિયાન સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “ગૌમાતા આપણી સંસ્કૃતિનું પ્રતીક છે અને તેની રક્ષા કરવી એ આપણી પ્રાથમિકતા છે. ડીસા કે આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.” ​આ પ્રસંગે હાજર તમામ કાર્યકર્તાઓએ અબોલ જીવોની સેવામાં હંમેશા અગ્રેસર રહેવા અને પ્રશાસન સાથે સંકલન સાધીને ગૌતસ્કરી જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટેના શપથ લીધા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *