બનાસકાંઠા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાલનપુરને મોટી સફળતા મળી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહેલા પાટણના રાજપુરના શખ્સને LCBની ટીમે ભોપાનગર ચારરસ્તા પાસેથી દબોચી લીધો છે.
સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા નાસતા-ફરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના ગુના ના કામે વોન્ટેડ આરોપી દિપાજી ધારસંગજી ઠાકોર (રહે.રાજપુર, ઠાકોરવાસ, તા.જી.પાટણ) ને ભોપાનગર ચારરસ્તા પાસેથી રાઉન્ડ અપ કરવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસર કાર્યવાહી અને તપાસ અર્થે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

