ખીમાણા પાસે બાઈક અને ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક ઘવાયો

ખીમાણા પાસે બાઈક અને ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક ઘવાયો

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ખીમાણા નેશનલ હાઈવે પર સીએનજી પંપ નજીક બાઇક અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તે ઘટના સ્થળે પહોંચી હતી.ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને પાટણની ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *