પાર્કીગમાં ઉભરાતા ગંદા પાણીમાં પડી જવાની ભીતિ છતાં તંત્ર નિષ્ક્રિય
પાલનપુર બસ પોર્ટના પાર્કિંગમાં ઘણા સમયથી લાઈટો બંધ જોવા મળી રહી છે તેમ છતાં બસ પોર્ટ મેનેજમેન્ટ સુરક્ષા બાબતે નિષ્ક્રિય હોય તેમ ભાસી રહ્યું છે ત્યારે બેસપોર્ટમાં નાગરિકોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થયા છે.
પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી અસમાજિક તત્વો બેફામ બન્યા છે. તેમાં પણ પાલનપુર બસ પોર્ટ દૂષણનો અડ્ડો બન્યો હોય તેમ બસપોર્ટમાં ગુનાકીય પ્રવૃત્તિ સામે બસપોર્ટ મેનેજમેન્ટ નિષ્ક્રિય હોય તેમ ભાસી રહ્યું છે. પાલનપુર બસ પોર્ટમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ ફરિયાદો મળી રહી છે જેમાં બસપોર્ટની આસપાસ રહેલ લારી ગલ્લા ઉપર અસમાજિક તત્વો ભેગા થતા હોવાની રાવ ઉઠી છે. બસપોર્ટના પાર્કિંગમાં લાગેલ તમામ લાઈટો ચાલુ કરવામાં આવે અને બસપોર્ટમાં નાગરિકોને યોગ્ય સુરક્ષા માટે પગલા ભરવામાં આવે તે અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે. બસપોર્ટના પાર્કીગમાં ગંદા પાણીની રેલમછેલ હોઇ અને ગંદકીથી ચાલીને જવામાં લપસી જવાની બીક હોવા છતાં લોકો આવા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે.ત્યારે મેનેજમેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

