મકરસંક્રાતી પર્વ પૂર્વે પ્રતિબંધીત ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ મે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી સાહેબ પાટણ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક સા. પરેશ રેણુકાનાઓએ સુચના કરેલ જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પો.સ્ટે. વિસ્તારમાં કડક ચેકિંગ કરવામાં આવતા પોલીસે ત્રણ સ્થળોએથી ચાઇનીઝ દોરી અને રીલ સાથે ત્રણ વેચનાર ઇસમોને ઝડપી તેમજ દોરી વેચાણ અર્થ આપનાર ઇસમો વિરુધમાં ગુન્હાઓ દાખલ કરવાની કાર્યવાહી કરેલ છે.
રજી.થયેલ ગુન્હાની વિગત બસ રાધનપુર પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૭૦૨૭૨૬૦૦૧૯ બી.એન.એસ.કલમ-૨૨૩ રવિભાઇ અમરતભાઇ જાતે-રાવળ ઉ.વ.-૨૦ રહે.રાધનપુર રાજનગર સોસાયટી તા.રાધનપુર જી.પાટણ મુળરહે-દાદર તા-સમી જિ-પાટણવાળા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી નંગ-૧૨ જેની કિ.રૂ.૨૪૦૦/-, રાધનપુર પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૭૦૨૭૨૬૦૦૨૦ બી.એન.એસ.કલમ-૨૨૩ યતિનકુમાર અશોકભાઇ જાતે-ઠક્કર ઉ.વ.-૨૫ રહે.રાધનપુર કિર્ષ્નાહેરિટેઝ તા.રાધનપુર જી-પાટણવાળા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી નંગ-૫૯ જેની કિ.રૂ.૨૬૭૫૦/-, રાધનપુર પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૭૦૨૭૨૬૦૦૨૩ બી.એન.એસ.કલમ-૨૨૩ ધીરુભાઇ બળદેવભાઇ જાતે-પ્રજાપતી ઉ.વ.-૩૨ રહે.રાધનપુર રાજનગર સોસાયટી તા.રાધનપુર જી.પાટણ મુળરહે-અદગામ તા-સમી જિ-પાટણ પાટણવાળા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી નંગ-૦૫ જેની કિ.રૂ.૨૦૦૦/ કબજે કરેલ.
પકડાયેલ મુદામાલ
(૧) પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-૭૬ કિ.રુ.૩૧,૧૫૦/-

