ભાભર તાલુકામાંથી પસાર થતી વેજપુર બ્રાંચ કેનાલમાંથી ચેમ્બુવા માઇનોર કેનાલ નું ફાટીયું નીકળ્યું છે. નેસડી, ચેમ્બુવા, નેસડા અને અબાળા ગામની સીમમાંથી પસાર થાય છે. હાલમાં શિયાળુ રવિ સિઝન ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને રવિ સિઝન માટે કેનાલનું પુરતું પાણી ન મળતાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ જણાવ્યું હતું કે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરેલ કે ચેમ્બુવા માઈનોર કેનાલના છેવાડાના વિસ્તારોમાં અડધો શિયાળો જતો રહેલ છે. તેમ છતાં હજુ સુધી પાણી પૂરું પહોંચ્યું નથી હાલમાં કેનાલ સૂકી ભઠ્ઠ જોવા મળી રહી છે. ચેમ્બૂવા નેસડા તેમજ અબાળાના કેટલાક વિસ્તારના ખેડૂતો કેનાલના પાણીથી વંચિત રહેલ છે.
કેનાલનું પાણી ના પહોંચતા ખેડૂતો પૂરતી સીઝન લઈ શકતા નથી. જેને લઈ ખેડૂતો માં રોષ જોવા મળી રહી છે. ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને નર્મદા કેનાલનું પાણી પહોચાડવા માગણી કરી હતી. જોકે આ બાબતે કેનાલ અધિકારી જવાનસિહ ચૌહાણે જણાવ્યું હતું કે કેનાલમા પાણી છોડવામાં આવેલ છે. પરંતુ આગળના ભાગમાં કેટલાક ખેડૂતો દ્વારા પિયત બાદ પાણીનો બગાડ કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા કેનાલમાં ટોટા પાઈપો મુકીને કેનાલનું પાણી બોરવેલમાં ઉતારવામાં આવે છે તેમજ કેટલોક વિસ્તાર કમાન્ડ એરિયાની બહાર આવશે છે જે ખેડૂતો કેનાલના પાણીનો બગાડ કરશે તેમને નોટિસ આપવામાં આવેલ છે. જો તેઓ આ પાણીનો બગાડ બંધ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરીને છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતું કરવામાં આવશે.

