ખેડબ્રહ્માની ખેરોજ ચેકપોસ્ટ પરથી રૂ.4.60 લાખના ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

ખેડબ્રહ્માની ખેરોજ ચેકપોસ્ટ પરથી રૂ.4.60 લાખના ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની ખેરોજ પોલીસે ખેરોજ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન 4.60 લાખ રૂપિયાના ગાંજા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. પોલીસે કાર સહિત કુલ 6.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એન. સાધુ અને સ્થાનિક પોલીસ સ્ટાફ નાઈટ રાઉન્ડ દરમિયાન ખેરોજ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે GJ-18-BL-7509 નંબરની સફેદ રંગની શેવરોલેટ ટાવેરા B2 NEO3 MAX 10 કાર આવતા તેને રોકવામાં આવી હતી.કારની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો 9.211 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 4,60,550 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ટાવેરા કાર (કિંમત 1,50,000 રૂપિયા) અને બે મોબાઈલ ફોન (કિંમત 10,000 રૂપિયા) સહિત કુલ 6,20,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં પંકજભાઈ બાબુભાઈ પંચાલ (ઉં.વ. 36, રહે. જીતપુર, તા. બાયડ, જી. અરવલ્લી, હાલ રહે. અંબિકાનગર સોસાયટી, બાયડ) અને સતેન્દ્રગીરી આનંદગીરી સન્યાસી (ઉં.વ. 42, રહે. બળિયાદેવ મહારાજ મંદિર, ડાભા, તા. બાયડ, જી. અરવલ્લી) નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અજીતભાઈ પોપટભાઈ ગમાર (રહે. મોટા સેબલિયા, તા. પોશીના, જી. સાબરકાંઠા) નામનો એક આરોપી ફરાર છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *