ટક્કર વાગતાં જ બ્લાસ્ટ, એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથુ થઇ ગયા


કેમિકલ ભરેલા પિકઅપ-ટ્રક વચ્ચેના અકસ્માત, મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ

(જી.એન.એસ),તા.૧૫

આણંદ

આણંદ જિલ્લામાં એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ ડાલુ અથડાતા બે લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનની ટક્કર બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. જેમાં એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથુ થઇ ગયા હતા. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના આંકલાવના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ-બગોદરા માર્ગ પર મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક પિકઅપમાં સમારકામ ચાલુ હતું ત્યારે ટ્રકે ટક્કર મારી હતી. પિકઅપ વાહનમાં કાર્બામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું. ટક્કર થતાં જ આ પ્રવાહીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગને કારણે પિકઅપમાં સવાર મહિલા અને પુરુષના મૃતદેહો પણ સંપૂર્ણપણે બળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો ઓળખી ન શકાય તેવા બની ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે માર્ગ પરનો અવરોધ દૂર કરવાની અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આગ લાગવાનું ચોક્કસ કારણ અને મૃતકોની ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને કારણે વાસદ-બગોદરા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી, જેને બાદમાં પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *