બનાસકાંઠા જિલ્લામાં આજથી એક મહિના સુધી ધનારક કમુરતા, શુભ કાર્યો પર બ્રેક

બનાસકાંઠા જિલ્લામાં આજથી એક મહિના સુધી ધનારક કમુરતા, શુભ કાર્યો પર બ્રેક

ઉત્તરાયણ બાદ માંગલિક કાર્યોની શરૂઆત થશે ૧૫ જાન્યુઆરી બાદ શુભ મુહૂર્તો

એક મહિના સુધી લગ્ન, વાસ્તુ, સગાઈ, મકાન, દુકાન, ફેકટરીના ખાતમુહૂર્ત અને નવા મકાનમાં પ્રવેશ સહિત ધાર્મિક પ્રસંગો બંધ

બનાસકાંઠા જિલ્લામાં આજથી ધનારક કમૂરતા શરૂ થતાં હવે એક મહિના સુધી તમામ શુભ અને માંગલિક કાર્યો પર બ્રેક લાગશે. પંચાંગ મુજબ કમૂરતાના સમયગાળામાં લગ્ન, સગાઈ, વાસ્તુવિધિ, નવા મકાનમાં પ્રવેશ, દુકાન કે ફેક્ટરીના ખાતમુહૂર્ત તેમજ અન્ય શુભ ધાર્મિક પ્રસંગો કરવાનું અશુભ માનવામાં આવે છે. તેથી જિલ્લામાં આજે ૧૬ ડીસેમ્બર થીઆગામી એક મહિના સુધી માંગલિક અને શુભ કાર્યો યોજાશે નહીં.

છેલ્લા કેટલાક દિવસોમાં શુભ મુહૂર્તોના કારણે જિલ્લામાં લગ્ન સીઝન જોરશોરથી ચાલી રહી હતી. મેરેજ હોલ, પાર્ટી પ્લોટ અને કેટરિંગ સેવાઓમાં ભારે વ્યસ્તતા જોવા મળી હતી. પરંતુ કમૂરતા શરૂ થતાં હવે આ તમામ માંગલિક પ્રવૃત્તિઓ થંભી જશે, જેના કારણે લગ્નલક્ષી ધંધા સાથે જોડાયેલા વેપારીઓને પણ થોડા સમય માટે મંદીનો સામનો કરવો પડશે.

ધાર્મિક માન્યતા અનુસાર ઉત્તરાયણ પછી સૂર્યના ઉત્તરાયણ ગમન સાથે ફરીથી શુભ સમયની શરૂઆત થાય છે. ઉત્તરાયણ બાદ 15 જાન્યુઆરી પછીથી માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્તો ઉપલબ્ધ બનશે. આ સમયગાળામાં ફરી લગ્ન, ગૃહપ્રવેશ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો શરૂ થશે.કમૂરતાના કારણે ઘણા પરિવારોએ પોતાના કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે અને હવે નવા શુભ મુહૂર્તોની રાહ જોઈ રહ્યા છે. ધાર્મિક પરંપરાને અનુસરી લોકો આ સમયગાળામાં ધીરજ રાખી શુભ સમયની રાહ જુએ છે, જેથી આગલા મહિનામાં ફરીથી શુભ કાર્યોની ધમધમાટ જોવા મળશે.

આજે ૧૫ મી ડીસેમ્બરથી ધનારક કમુરતાનો પ્રારંભ

૧૫ મી ડિસેમ્બરને રવિવાર થી ધનારક કમુરતા નો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં આપણા શાસ્ત્રોકત મુજબ કમુરતા માં લગ્નો થતા નથી અને આગામી ૧૪ જાન્યુઆરીના રોજ કમુરતા પૂર્ણ થશે એટલે કે ત્યાં સુધી માંગલિક કાર્ય ઠપ થઈ જશે

આગામી ૧૫ જાન્યુઆરી બાદ ફરી પાછી લગ્નની સિઝન જામશે

આગામી ૧૫ જાન્યુઆરી બાદ શુભ મુહૂર્તો ચાલુ થતા હોવાથી જેમાં ફેબ્રુઆરી માસ માં માંગલિક પ્રસંગો માટે ૧૨ શુભ મુહૂર્ત છે. તથા માર્ચ મહિનામાં પણ ૮ મુહૂર્ત રહેલા છે આ ઉપરાંત વસંતપંચમીનુ પણ શુભ મુહૂર્ત રહેલું છે

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *