(જી.એન.એસ) તા. ૭
છોટાઉદેપુર,
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો. આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. માત્ર એક રૂપિયામાં એક લિટર અને પાંચ રૂપિયામાં પાંચ લિટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
આ વોટર એટીએમ કસ્બા પીક અપ સ્ટેન્ડ, બસ ડેપો, પેટ્રોલ પંપ ચાર રસ્તા, સરદાર ગાર્ડન, માણેક ચોક અને કવાંટ નાકા વિસ્તારમાં સ્થાપિત કરાયા છે. નગરના લોકો, મુસાફરો અને આસપાસના ગ્રામજનો હવે સરળતાથી શુદ્ધ પાણી મેળવી શકશે.સૌથી મોટી વાત એ છે કે, આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. માત્ર એક રૂપિયામાં એક લિટર, બે રૂપિયામાં બે લિટર અને પાંચ રૂપિયામાં પાંચ લિટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. છોટાઉદેપુર નગરપાલિકાનો આ નિર્ણય જનસુખાકારી તરફનું એક ઉત્તમ પગલું છે.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનું શુભારંભ થયું.

