રિક્ષાના રજિસ્ટ્રેશનને કારણે ચોરીનો ભેદ ઉકેલાયો; રિક્ષા પર લાગેલાં પોલીસ સ્ટેશનનાં સ્ટિકર પરથી આખી ગેંગ પકડાઈ


(જી.એન.એસ),તા.૨૮

અમદાવાદ

રિક્ષામાં આવી ચોરી, લૂંટ કરતી ટોળકીને પકડવા પોલીસે તમામ રિક્ષાનું રજિસ્ટ્રેશન કરી પોલીસ સ્ટેશનનાં સ્ટિકર લગાવ્યાં છે. આ જ સ્ટિકરના આધારે સોલા પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો હોવાનો પહેલો કિસ્સો બન્યો છે. સોલા સિલ્વર સ્ટાર પાસે આવેલી સાનવી નામની રેડિમેડ ગાર્મેન્ટની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલા રૂ.15 હજારના ડ્રેસ ચોરી ગઈ હતી. ફરિયાદના આધારે સોલા પીઆઈ કે. એન. ભુકણે દુકાનની અંદરના, બહારના, રોડના સીસીટીવી જોવાનું શરૂ કર્યું હતું. તેમાંથી ત્રણેય મહિલા દુકાનમાંથી નીકળી લગભગ 500 મીટર દૂરથી એક રિક્ષામાં બેસીને ગઈ હતી. સીસીટીવીમાં રિક્ષાના ફોટો કેદ થયા હતા, જેના નંબરના આધારે પોલીસે તપાસ કરતા નંબર પ્લેટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ રિક્ષા પર એરપોર્ટ પોલીસ સ્ટેશનનું (13) નંબરનું સ્ટિકર લાગ્યું હતું, જેથી પોલીસે રિક્ષાના નંબર અને સ્ટિકરની માહિતી એરપોર્ટ પોલીસને મોકલી આપી હતી. એરપોર્ટ પોલીસ તેમના રજિસ્ટ્રેશનનો ડેટા ચેક કરી રિક્ષાના માલિક સુધી પહોંચી હતી.

રિક્ષામાલિકે આ રિક્ષા વિનોદકુમાર ગારંગે (નરોડા પાટિયા)ને ભાડે આપી હોવાનું જણાવ્યું હતું, જેના આધારે પોલીસે વિનોદકુમારની ધરપકડ કરી પૂછપરછ બાદ ચોરી કરનારી ત્રણ મહિલા બબીતા મીણેકર (ઉં.42), સુગના ગારંગે (ઉં.35) અને સાયના ભોગેકર (ઉં.21, ત્રણેય રહે.કુબેરનગર)ની ધરપકડ કરી હતી. ​​​​​​​સોલા પોલીસની ટીમે સીસીટીવીના આધારે રિક્ષાને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. નાના-મોટા ચાર રસ્તા, દુકાનોના મળીને પોલીસે 100થી વધારે સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા. તેમાં રિક્ષા દુકાન પાસેથી નીકળીને 14 કિલો મીટર દૂર સરદારનગર સુધી જતી દેખાઈ હતી, જેના આધારે ચોરી કરવા આવેલી ટોળકી છારાનગરની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું, પણ રિક્ષાનો નંબર ખોટો હોવાથી ચોર ટોળકી સુધી પહોંચી શકાયું ન હતું, પરંતુ પોલીસ સ્ટેશનના રજિસ્ટ્રેશનની માહિતીના આધારે 24 જ કલાકમાં ટોળકી પકડાઈ ગઈ હતી.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *